ટંકારા : બહેન-બનેવીઅે માવતરથી સવાયા બનીને બહેનને આપ્યુ કન્યાદાન

- text


નાનપણથી માવતરની હૂંફ ગુમાવી ચુકેલી દીકરીને તેની બહેન અને બનેવીએ લાડ કોડથી ઉંચેરી તેના દરેક સ્વપ્ન સાકાર કરીને હસી ખુશી સાસરે વળાવી : હડમતીયામાં માનવ સંબંધોને મુઠી ઉંચેરો ઠેરવતો પ્રેરણાદાયી કિસ્સો

ટંકારા : હળવદ તાલુકાના સુંદરગઢ ગામમાં ઠાકોર ચરમારી પરિવારમાં જન્મેલી જાગૃતી નામની દિકરી નાનપણમાં જ પોતાની માતાના પાલવની છત્રછાયા ગુમાવી હતી અને માતાના પ્રેમની હુંફની કયારેય અનુભુતિ પણ ન કરેલી જાગૃતીને તેમના મોટા બહેન પોતાના સાસરીયામાં લઈ આવી માતૃત્વના દર્શન કરાવીને લાડથી ઉછેરી હતી જાગૃતીના કોડ પરીપુર્ણ કરવાની જવાબદારી અને તેમના માટે સુશિલ ભરથાર શોધી લગ્નમંડપમાં શરણાઈના શુર તેમજ ઢબુક્તા ઢોલની સાથે બહેન-બનેવીઅે સંસારનું સૌથી મહાદાનરુપી કન્યાદાન આપી જાગૃતીને સાસરે વળાવી હતી.

કહેવાય છે કે “ગોળ વિના સુનો કંસાર, માઁ વિનાનો સુનો સંસાર” માઁ વિષે આમ તો ઘણું બધું લખ્યું છે પણ આજે પાછું લખવાનું મન થાય કારણ કે, આજે એક માઁ ની મમતાની વાત કરવી છે. જેને મને આ લખવા માટે પ્રેરિત કર્યો છે તે જાગૃતી નામની કોડભરી કન્યાની વાત કરવી છે

ટંકારા તાલુકાના હડમતિયામાં સમાજને રાહ બતાવતો કિસ્સો સામે આવ્યો છે ખેતમજુરી કરતા અભણ ઠાકોર પરિવારના ખાખરીયા કાંતિલાલનું સાસરીયું હળવદ તાલુકાના સુંદરગઢ ગામમાં છે પોતાને સંતાનોમાં પુત્રરત્નો જ હોવાથી પુત્રીની ખોટ હતી તેને વિચાર આવ્યો કે સસરાપક્ષની પરિસ્થિતી નાજુક હોવાથી નાનપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી બેઠેલ પોતાની સાળીને નવ વર્ષની ઉંમરમાં દિકરી બનાવી હડમતિયા લઈ આવેલ. દિકરી પણ બહેન-બનેવીને બોજારુપ ન બને તે માટે અજંતા ઈન્ડસ્ટ્રીઝમા કામે જવા લાગી અને સમય જતા જાગૃતી ઉંમર લાયક બનતા દિકરીને સાસરે વળાવવાની જવાબદારી પણ માથે લઈ પોતાના માતા-પિતા (બહેન-બનેવી) અે જાગૃતીને સુશિલ અને સંસ્કારી ભરથાર શોધી સગપણ કરાવ્યું અને કંકોત્રીમા પણ માતા તરીકે ભગવતીબેન અને પિતા તરીકે કાંતિલાલ ખાખરીયાની સપુત્રી ચિ જાગૃતી લખાવી અભણ પરિવારે સમાજને ભણતરના પાઠ ભણાવતો અેક નવો રાહ બતાવતો કિસ્સો સામે આવ્યો છે.

વધુમાં અભણ કાંતિભાઈઅે જણાવ્યું હતું કે દિકરી કોઈ સાપનો ભારો નહી પરંતુ આંગણાનો તુલસી કયારો છે તેમજ સ્ત્રીભૃણ હત્યા ન કરવા જણાવી સમાજને સણસણતો તમાચો માર્યો હોવાનું પણ આ કિસ્સા પરથી જોઈ શકાય છે. જાગૃતીના લગ્ન સમયે બહેન-બનેવીઅે માતાપિતા બની કન્યાદાન આપ્યું અને ભાણીયાઅો ચાર ભાઈ બનીને બહેન (માસી) ને જવતલ હોમ્યાની તસ્વીર આજના સમાજને દિકરી ભારરુપ ન હોવાનુ સાબિત કરી બતાવે છે. ત્યારબાદ માતા-પિતા દ્વારા દિકરીની ભારે હૈયે વિદાયની પળે આંસુ સારતા સ્વર્ગે સિધાવેલ પોતાની માઁ ને યાદ કરતા મોટી બહેન (પાલક માતા) ને કહી રહી છે કે

- text

“આજે માઁ તું સ્વર્ગે સિધાવેલ બહેનના રુપમાં માઁ બનીને આવી,
બીજાના હાથોમાં સોંપી દીધી છે મને, અને હવે આપી રહી છે વિદાય..!!
માઁ તારા હોઠો પર મંદ-મંદ સ્મિત છે અને ભિંજાય રહી છે તારી આંખલડી..!!”

આ સમયે જે દિકરીનું લાલન પાલન કરીને ઉછેરી તે માતા-પિતા (બહેન-બનેવી) ભારે હૈયે આંસુ સાથે વિદાય આપતા કહી રહ્યા છે કે…

“હ્દય અમારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,
પથ્થર જેવા માઁ-બાપ પણ રડી પડે છે દિકરીની વિદાયથી,

આંગણું મારૂ સુનું થાશે અમો વિવશ બની ઉભા છીઅે,
સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યા છીઅે,

દર્પણ છે તુજ અમારૂ એવો અરીસો અમે લાવ્યા છીઅે,
પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,

લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યા છીઅે,
ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,

કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમારી આશ.”

પરંતુ માઁ વિનાની જાગૃતીને મોટી બહેન માઁનો અવતાર ધારણ કરીને જ આવી હોય તેમ સુખ અને સુખ જ આપી વળાવી

કહેવાય છે કે ઈશ્વર તો સુખ અને દુખ બંને આપે છે. જ્યારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ જ આપે છે. પરંતુ જ્યારે આવી અનેક દિકરીઅોને જીવનમાં માઁ ન હોય ત્યારે શું સ્થિતી થતી હશે.? આવો જ આ કિસ્સો હડમતિયાના ઠાકોર પરિવારમાં આશિર્વાદરુપ બનીને સામે આવ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text