મોરબી : બોરીયાપાટી શાળાની બે છાત્રાની નેશનલ શિષ્યવૃત્તિ માટે પસંદગી

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીયાપાટી પ્રથમીક શાળામાં અભ્યાસ કરતી બે વિધાર્થીનીઓએ એમ.એમ.એમ.એસ.પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને મેરિટમાં સ્થાન મેળવીને આ શાળાનું નામ રોશન કર્યું છે.જેમાં આ શાળામાં અભ્યાસ કરતી તેજસ્વી વિધાર્થીની ડાભી સપના ભગવનજીભાઈ, 126 ગુણ જિલ્લામાં પાંચમા ક્રમે તથા પરમાર ઉર્મિલા રમેશભાઈએ 117 ગુણ સાથે ઉત્તીર્ણ થઈને નેશનલ સ્કોલરશીપ માટે પસંદગી પામતા સમગ્ર શાળા પરિવારે આ બન્ને વિધાર્થીનિઓને ઉતરોતર શૈક્ષણીક પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en