મોરબી: સતત બીજા વર્ષે એલિટ કોલેજના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝળક્યા

- text


B. Sc. સેમેસ્ટર 1ના ટોપ 10ની લિસ્ટમાં કોલેજના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ

મોરબી: ગત માસની 6 તારીખે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા B. Sc. સેમેસ્ટર 1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીની નામાંકિત એલિટ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓનો ટોપ 10માં સમાવેશ થયો છે.

આ લિસ્ટમાં પરમાર ભરત પ્રભુલાલભાઈએ 86.36% સાથે યુનિવર્સીટીમાં બીજો ક્રમાંક અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક, કુમ્ભારવાડીયા કુલદીપ ભગવાનજીભાઈએ 84.91% મેળવીને યુનિવર્સીટીમાં ચોથો અને મોરબી જિલ્લામાં બીજો ક્રમાંક અને સોઢીયા શ્રુતિબેન રાણાભાઇએ 83.45% મેળવીને યુનિવર્સીટીમાં સાતમો અને જિલ્લામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B. Sc. સેમેસ્ટર 1નું પરિણામ માત્ર 30.13% આવ્યું છે ત્યારે એલિટ કોલેજનું પરિણામ 88.88% આવ્યું છે, જેમાં એલિટ કોલેજના 83 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓએ 70% થી વધુ ટકા મેળવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ટોપ 10માં આવેલા તેમજ 70% થી વધુ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ કલોલા અને પ્રિન્સિપાલ ભાવેશભાઈ ચામડીયા દ્વારા અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text