મોરબી: નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ લારા પરમાર

- text


મોરબી: શ્રી તરઘરી પ્રા.શાળામાં અભ્યાસ કરતી પરમાર લારા જગદીશભાઈએ તાજેતરમાં યોજાયેલ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ (એન. એમ.એમ.એસ.) પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં ૧૮૦માંથી ૧૫૨ માર્ક્સ મેળવી પ્રથમ ક્રમ મેળવી શાળા અને તરઘરી ગામનું નામ રોશન કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાંથી ધોરણ ૮માં ભણતા ૨૨૦૪ વિદ્યાર્થીઓ પરિક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ પણ આ શાળાના બાળકોએ જવાહર નવોદય, બ્રિલીયન્ટ સ્કોલરશીપ, પ્રાથમિક શિષ્યવૃત્તિ તથા એન.એમ.એસ.એસ. જેવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કરેલ છે. આ ઉપરાંત નિબંધસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા, ચિત્રસ્પર્ધા, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન વગેરે જેવી સ્પર્ધાઓમાં પણ જિલ્લા અને રાજ્યકક્ષા સુધી ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.
પરમાર લારાના ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમના ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text