માળીયા: મોડી રાતે માળીયા પાસે ટ્રક ભળ ભળ સળગ્યો

માળીયા: માળીયા નજીક ગઈ રાતે અઢી વાગ્યાના સુમારે એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગનું કારણ શોટસર્કિટ મનાઈ રહ્યું છે. ભયાનક આગમાં ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો. જોકે ડ્રાયવરની સમય સુચકતાને કારણે કોઈ જાનહાની થઈ નથી. ટ્રકમાં કચ્છનો ચાલક હોવાનું જાણવા મળ્યું છે. ફાયરબ્રિગેડમાં આ બનાવની સત્તાવાર નોંધ થઈ નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en