મોરબી જિલ્લામાં બાળકોને કૃમિનાશક ગોળી પીવડવાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણીના ભાગ રૂપે બાળકોને કૃમીથી મુક્ત કરાવીને તેમનું અયોગ્ય તંદુરસ્ત રાખવાના હેતુસર જિલ્લાની પ્રા. શાળા, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ આંગણવાડી સહિત 1767 સંસ્થાઓના 1 થી 19 વર્ષ સુધીની ઉંમરના બાળકો અને તરુણો સહિત 2.5 લાખને કૃમિનાશક ગોળી પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેરના જુદાજુદા આરોગ્ય કેન્દ્રોમાં 47245 બાળકોને કૃમિનાશક ગોળી પીવડવામાં આવી હતી.આંગણવાડી તથા આશાવર્કરો અને આરોગ્ય કર્મચારીઓ તથા અધિકારીઓએ આ કામગીરી કરી હતી.જોકે જિલ્લાના મોટાભાગના બાળકોને જુદાજુદા આરોગ્ય કેન્દ્રો ખાતે કૃમિનાશક ગોળી પીવડવામાં આવી હતી.બાકીના રહી ગયેલા બાળકોને આગામી તા 14 ફેબ્રુઆરીએ કૃમિનાશક ગોળી પીવડાવવામાં આવશે અને શાળાએ કે આગણવાડીએ ન જતા હોય તેવા બાળકોને પણ ગોળી ખવડાવાશે જોકે આ કુમીનશાક ગોળી પીવાથી બાળકોનું આરોગ્ય એકદમ તંદુરસ્ત રહેતું હોવાથી દરેક વાલીઓને તેમના બાળકોને આ ગોળીના લાભ આપવવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text