મોરબી પાલિકામાં છ ગુટલીબાજ કર્મચારી ઝડપાયા

- text


ગેરહજરીનો પગાર કાપી લેવામાં આવશે : પાલિકા પ્રમુખના ચેકીંગમાં ભોપાળુ છતું

મોરબી : મોરબી પાલિકા કચેરીમાં લાલીયાવાડી ચાલતી હોય તેમ વારંવાર કર્મચારીઓ ગુટલી મારી જતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે પાલિકા પ્રમુખે ઓચીતું ચેકિંગ હાથ ધયુ હતું.તેમના ચેકિંગ દરમ્યાન 6 જેટલા કાયમી કર્મચારીઓ ગુટલી મારી હોવાનું ધ્યાને આવ્યું હતું આથી પાલિકા પ્રમુખ આ ગુટલીબાજોની ગેરહાજરીનો પગાર કાપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી નગરપાલિકામાં બોડી બામણીનું ખેતર હોય તેમ આવર નવાર ગુટલીબાજ કર્મચારીઓ કામના સમયે ગુટલી મારીને અરજદારોને કામો રઝળાવતા હોવાની લાંબા સમયથી ઉઠતી ફરિયાદ સંદર્ભે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ ઓચીતું ચેકિંગ હાથ ધર્યું હતું.હાજરી મસ્ટર ચેક કરતા છ કાયમી કર્મચારીની ગેરહાજરી જોવા મળી હતી અને પાલિકામાં આ કર્મચારીઓની ચેમ્બરમાં પણ નજર કરતા ગુટલીબાજ છ કર્મચારીઓ જોવા મળ્યા ન હતા.આથી આ કર્મચારીઓને કામના સમયે ગેરહાજર રહેવાનો ખુલાસો પૂછતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો.આ અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે પાલિકાના છ કાયમી કર્મચારીઓ ગુટલી મારી જતા હોવાનું ખુલ્યું છે.તેમની સામે કાર્યવાહી કરાશે અને હાજરી મસ્ટર તથા કામના સ્થળે ચેકિંગ કરીને આ ગુટલીબાજ કર્મચારીઓ જેટલા દિવસ ગેરહાજર રહ્યા હશે એટલા દિવસનો પગાર કાપીને યોગ્ય કાર્યવાહી કરાશે.

- text