મોરબીમાં નોનવેજના ધધાર્થી પિતા-પુત્ર પર ખૂની હુમલોના બનાવમાં ફરિયાદ.નોંધાઇ

નોનવેજની દુકાને જમવા આવ્યા બાદ પાણીના પાઉચ મામલે ત્રણ શખસો ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા: પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના સિપાઈવાસમાં આવેલી નોનવેજની દુકાને ગઇરાત્રે જમવા આવ્યા બાદ પીવાના પાણીના પાઉચ બાબતે ઝઘડો થવાથી ઉશ્કેરાયેલા ત્રણ શખસો નોનવેજના દુકાનદાર અને તેના પુત્ર પર ઘાતક હથિયારોથી તૂટી પડ્યા હતા .અને હીંચકારો હુમલો કરીને લારીમાં તોડફોડ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.આ બનાવને પગલે પોલીસે દોડી જઈને મામલો કાબુમાં લીધો હતો અને નોનવેજના ધધાર્થીની ફરિયાદ પરથી ત્રણ શખસો સામે ખૂની હુમલો કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના સિપાઈવાસમાં નોનવેજની દુકાન ધરાવતા અલ્લારખાભાઈ પૂજાભાઈ સોલંકી ઉ.વ.70 ગતરાત્રે પોતાની દુકાને હતા, તે સમયે નૌશાદ હુશેનભાઈ સિપાઈ, જાવેદ મકરાણી અને અલીમહમદ તારમહમદ તેમની દુકાને નોનવેજ ખાવા આવ્યા હતા અને જમ્યા બાદ પાણીના પાઉચ લેવા બાબતે ઝઘડો થતા આ બાબતનો ખાર રાખીને ત્રણેય શખ્સોએ અલ્લારખાભાઈની દુકાની છત ઉપરથી તેમની ઈંડાની લારી પર પથ્થરમારો કર્યો હતો.આથી અલ્લારખાભાઈએ કોણ ઉપરથી પથ્થર ફેંકે છે તેવું કહેતા આરોપીઓ નીચે ઉતરી તેમના પુત્ર યુનુસ સાથે બોલાચાલી કરી હતી આથી વચ્ચે પડેલા અલ્લારખાભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપીઓએ લોખડના પાઈપના બે ધા તેમના માથામાં અને એક ધા હાથના ભાગે માર્યો હતો.તેમજ તેમના પુત્રને ઢીકપાટુ અને ધોકા પાઇપથી હુમલો કર્યો હતો. પિતાપુત્ર પર હીંચકારો હુમલો કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા.બાદમાં ગંભીર રીતે હુમલામાં ધવાયેલા બન્ને પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન તથા એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતા અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એ ડિવિજને અલ્લારખાભાઈની ફરિયાદ પરથી ત્રણ શખસો સામે ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en