આજે રોઝ ડે ! મોરબીના કોલેજીયનોમાં ઉત્સાહ

- text


વેલેન્ટાઇન ડેનું કાઉન્ટડાઉન શરૂ આજથી કોલેજોમાં વિવિધ ડેની ઉજવણી

મોરબી : યુવાઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તે વેલેન્ટાઇન ડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શહેરમાં ખાસ કરીને કોલે‌િજયનોમાં એક સપ્તાહથી શરૂ થઇ ગઇ છે, જેમાં આજે તા.૭ ફેબ્રુઆરીથી લઇને તા.૧૪ ફેબ્રુઆરી સુધી દરરોજ વિવિધ ડેની ઉજવણી યુવા વર્ગ કરે છે, જેમાં આજે સૌપ્રથમ તા.૭ ને ગુરુવારે રોઝ ડે ઊજવાયા બાદ શુક્રવારે પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવશે.

વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વેલેન્ટાઇન ડેના દિવસે શુભ મુહૂર્ત હોવાના લીધે ઠેર ઠેર લગ્ન પણ યોજાશે. આ દિવસે પ્રેમીઓ વચ્ચે ‌િગફ્ટની આપલે થાય છે. વેલેન્ટાઈન ડેને લોકો જુદી જુદી રીતે મનાવીને ઉજવણી કરે છે. વેલેન્ટાઈન ડેના એક સપ્તાહ પહેલાં જ ‌િગફ્ટ બજારની બોલબાલા જોવા મળે છે. જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબેર્સ, ચોકલેટ અને અન્ય ‌ગિફ્ટ માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવે છે.
વેલેન્ટાઈન ડેના પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહે છે. લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, મેસેજ બાટલ, કેપ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી અને ફેન્સી રોઝ તો ખરા જ. ઠેર ઠેર આજે વેલેન્ટાઇન ડેની રોનક જોવા મળી રહી છે. મોટા ભાગનાં લગ્નમાં વેલેન્ટાઇન્સ સ્પેશિયલ મેરેજ કેક કટિંગ થાય છે.
શહેરમાં કેક શોપમાં સ્પેશિયલ વેલેન્ટાઇન્સ કેકના ઓર્ડર બુક થઇ ગયા છે. સરપ્રાઇઝ ગિફ્ટ, સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ, ‌િડનર એરેન્જ થઇ ચૂક્યાં છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કપ ફેક્સ, પેસ્ટ્રીઝ, આઈ લવ યુ ચોકલેટ વગેરે જુદી જુદી ફ્લેવર્સ સાથે બેકરી શોપમાં ગોઠવાઈ ગયાં છે.

- text

પ્રેમના પ્રતીક સમા ગુલાબની માગ ચાર ગણી વધી છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી બંને દિવસ ખાસ માનવામાં આવે છે. આ ૧૪ ફેબ્રુઆરીની ઉજવણી પૂર્વે શહેરમાં ખાસ તો યુવા વર્ગ કોલેજ કેમ્પસમાં દરરોજ વિવિધ ડેની ઉજવણી કરી રહ્યાં છે.

સામાન્ય દિવસોમાં નજીવી કિંમતે મળતા ગુલાબ વેલેન્ટાઈન ડેના દિવસે રૂ.૫૦ થી ૨૦૦ના ભાવે વેચાતા હોય છે, જોકે યુવાધન દ્વારા આ દિવસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, જોકે ચાલુ વર્ષે ટેડીબેર તેમજ ફોટો ફ્રેમ જેવી ગિફ્ટ યુવા ધનમાં પ્રિય રહી છે. આ વેલેન્ટાઇન વિકમા શહેરની ઘણી બધી કોલેજોમાં અલગ અલગ પ્રકારના ડેઝની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. જ્યારે કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ અવનવા સરપ્રાઇઝ રાખીને ઉજવણી કરતા હોય છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text