મોરબીમાં ચોરીના ઇરાદે શંકાસ્પદ હિલચાલ કરતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે બી ડીવીજન પોલીસે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન ત્રાજપર ચોકડી પાસે બંધ દુકાનોના તાળા ફફોસી ચોરીની હિલચાલ કરતા શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ગતરાત્રીના સમયે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે બી ડિવિઝન પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યો હતો.તે સમયે છગનસિંગ જુલપસિંગ પંચાલ ઉ.વ.31 રહે સિસમ પાવડીયારીવાળો ત્રાજપર ચોકડી પાસે આવેલ બધ દુકાનોમાં ચોરી કરવાના ઇરાદે તાળા ફફોસતો હોવાથી પોલીસે તેને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text