ટંકારા: ઓટાળા પાસે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન,

ઓટાળા ગામે વિદ્યાર્થીઓની બસ ન આવતા અકળામણ, બીજી બસના પૈડાં થંભાવ્યા

ટંકારા: ટંકારાના ઓટાળા ગામ પાસે આજ વહેલી સવારે ટીમ્બડી વાળી બસ ન આવતા ઓટાળા, સાવડી, સરાયા, બંગાવડીના વિદ્યાર્થીઓએ ભારે અકળામણ અનુભવી હતી અને જામનગર-ધ્રાંગધ્રાની બસને રોકી લઇને આક્રોશ બતાવ્યો હતો.જોકે પોલીસ અત્યારે ઘટનાસ્થળ પર મોજુદ છે અને પૂછપરછ પર એસ ટી પૂરી માહિતી ન હોવાના બણગા ફૂંકે છે.

અત્રે નોંધનીય છે કે સવારે મોરબી કે ટંકારા ભણતા વિદ્યાર્થીઓ માટે બસની જરૂરિયાત સામે કોઈ વ્યવસ્થા થઇ નથી અને સરાયા, સાવડી બસ સ્ટેન્ડ નખાયા હોવા છતાં પણ છત્રોએ રસ્તા પર ઉભું રહેવું પડે છે એવું જાણવા મળ્યું છે. આ અવ્યવસ્થાને લીધે અભ્યાસ પર આડઅસર પડતા મહિલા છત્રોનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જ્યાં સુધી બસ ન એ ત્યાં સુધી બસને નહીં જવા દેવાની વાત પણ કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en