ટંકારા :કારની હડફેટે બાઇક ચાલકને ઇજા

ટંકારા : ટંકારના મિતાણા ગામ પાસે હાઇવે પર કારચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક આધેડને ઇજા પહોંચી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલા પ્રભુનગરમાં રહેતા કેશુભાઈ ચંદુભાઈ ભાગીયા ઉ.વ.58 નામના આધેડ તા.6ના રોજ પોતાના બાઇક પર મિતાણા થી રાજકોટ તરફ જતા બહુચરાજી માતાજીના મંદિર પાસેથી હાઇવે રોડ પર પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપે આવતી જી.જે.3 જે.એલ.6384 નંબરની કારના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકસવાર આધેડને ઇજા પહોંચી હતી આથી તેઓએ કારચાલક ચિરાગભાઈ અશોકભાઇ શાહ સામે અકસ્માત કરીને ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en