ટંકારા એસ્ટ્રોસિટી પ્રકરણમાં આરોપીઓ જામીનમુક્ત

લાઈફ લિંક શાળાના બહુચર્ચિત પ્રકરણમાં આરોપીઓના જામીન મંજુર

ટંકારા : ટંકારની લાઈફ લિંક શાળાના સંચાલકો દ્વારા માર મારવાની ઘટનામાં એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ઝડપાયેલા આરોપીઓને જામીન પર છોડવા અદાલતે હુકમ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ ટંકારા લાઈફ લિંક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને મારમારવા મામલે થયેલી ફરિયાદ બાદ શાળા સંચાલક અને શિક્ષકો વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ કાનૂની કાર્યવાહી થતા આ કેસમાં આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે આરોપીઓને ૨૫૦૦૦ના જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો એ કેસમાં આરોપી તરફે વકીલ તરીકે
એફ.જે.ઓઝા અને જે.એ.ઓઝા રોકાયેલા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en