મોરબી તાલુકાની શુક્રમણિ શાળાના બે છાત્રોની નેશનલ શિષ્યવૃત્તિ માટે પસંદગી

મોરબી: શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે નેશનલ મીનસ કમ મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બોરીચા દીક્ષિત રમેશભાઈ અને વૈષ્ણવ ઋતિક નિલેશભાઈએ મેરિટમાં પસંદગી પામીને પ્રાથમિક શાળા , જસાપર ગામનું ગૌરવ વધાર્યુ છે.

આ પરીક્ષાના મેરિટમાં પસંદગી થનાર આ બન્ને વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ ૧૨ અભ્યાસ કરે ત્યાં સુધી દર મહિને વિદ્યાર્થીઓના ખાતામાં. ૧૦૦૦/- જમા કરવામાં આવે છે.કોઇ પણ શિષ્યની સફળતા પાછળ તેના ગુરુજનોનો સિંહફાળો હોય છે. તેમ તેમની જ્વલંત સફળતા પાછળ તેમના પ્રાથમિક શિક્ષકોના અથાગ પ્રયત્નો છે. આ સફળતા બદલ શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના આચાર્ય અશ્વિનભાઇ આહિર શાળાના તેજસ્વી તારલાને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.\

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en