મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ૧૧મીએ ધરણા

- text


વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષણ સંઘ દ્વારા દરેક જિલ્લાઓમાં યોજાશે ધરણા અને પ્રતીક ઉપવાસ

મોરબી: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના આદેશ અનુસાર રાજ્યના દરેક જિલ્લાઓમાં આવતી ૧૧ ફેબ્રુઆરીના દિવસે પડતર પ્રા. શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણ હેતુ ધરણા પ્રદર્શન તેમજ એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવનાર છે.

મોરબી જિલ્લામાં પણ આ અન્વયે સંઘના તમામ હોદ્દેદારો તેમજ પ્રાથમિક શિક્ષકો આ ધરણા પ્રદર્શનમાં જોડાશે. સંઘની માંગણી અનુસાર ૧૯૯૭થી અત્યાર સુધીના તમામ ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોની નોકરી સળંગ ગણવી, નવી લાગુ થયેલી પેંન્શન યોજના બંધ કરી જૂની યોજના જ ચાલુ રાખવી, ઉચ્ચ પ્રા. શિક્ષકોને અલગથી પગારગ્રેડ આપવા, શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાં ન જોતરવા તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમાન કામ સમાન વેતનના નિયમની અમલવારી કરવી અને ફિક્સ પગાર વાળી ભરતી પ્રક્રિયા ઉપર રોક લગાવવા જેવી બાબતોના નિરાકરણ અર્થે આ ધરણા તેમજ પ્રતીક ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે. સંઘ દ્વારા આ પ્રશ્નો અંગે ધારાસભ્યો તેમજ સાંસદોને આવેદન આપી રજુઆત કરવામાં આવશે તેવું મોરબી પ્રા. શિક્ષણ સંઘના પ્રમુખ મણિલાલ વી સરડવા તેમજ મહામંત્રી વિરમભાઈ કે દેસાઈની યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text