મોરબી : ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે બે શખસો ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રંગપર ગામની સિમ નજીક પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે સમયે ચોક્કસ બાતમીના આધારે રંગપર ગામની સીમમાં લીનોરા સીરામીક કારખાના નજીક સુનિલભાઈ નારણભાઇ કૈલા ઉ.વ.28 રહે કુંભરીયા માળીયા તથા યોગેશભાઈ હસમુખભાઈ કાથરાણી ઉ.વ.20 રહે ખરેડા મોરબીને રોયલ કિંગ રિઝર્વ વહીસ્કી ફોર સેલ ઇન અરુણાચલ પ્રદેશ લખેલી 12 ઈંગ્લીશ દારૂની બોટલો કિંમત રૂ.3600 સાથે ઝડપી લીધા હતા .આ દારૂના પ્રકરણમાં લતીફ દિલાવર ભટ્ટીનું નામ ખુલતા તાલુકા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text