શિષ્યવૃતિની પરીક્ષામાં હળવદની શાળાના વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં

હળવદ : મોરબી જિલ્લાનું ગઈકાલે એન.એમ.એમ.એસ.ની શિષ્યવૃતિ પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. જે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ધો.૮ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે લેવાય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક વિદ્યાર્થીને ૪૮ હજાર જેટલી શિષ્યવૃતિ આપવામાં આવતી હોય છે. ત્યારે હળવદની પે.સે. શાળા નં.૪ના ૭ વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થતા તાલુકામાં ડંકો વગાડયો છે.

મોરબી જિલ્લામાં કુલ રર૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧રર૩ વિદ્યાર્થીઓ કવાલીફાઈ થયા હતા જેમાંથી ૮૩ વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટમાં આવ્યા હતા અને ૪૧ વિદ્યાર્થીઓ હળવદ તાલુકાના મેરીટમાં આવેલ છે. ત્યારે હળવદની પે.સે. શાળા નંબર ૪ના કુલ ૭ વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થતા તાલુકામાં ડંકો વગાડયો છે. જે સમગ્ર જિલ્લામાં એક અનોખો રેકોર્ડ સર્જાયો હતો. જેમાં ૪ વિદ્યાર્થીઓ જિલ્લા અને ૬ બાળકો તાલુકાના ટોપટેનમાં સમાવેશ પામેલ છે.તેમાં પુજા રતિલાલ સોનગ્રા અને માનસી દિનેશભાઈ ચાવડાએ સમગ્ર જિલ્લામાં સાતમા ક્રમે અને હળવદ તાલુકામાં બીજા ક્રમ મેળવ્યો હતો. તો સાથો સાથ ભાર્ગવી મહેન્દ્રભાઈ જાગાણી તાલુકામાં તૃતીય, પ્રવિણા કાનજીભાઈ કણઝરીયાએ તાલુકામાં ચોથો, ઠક્કર ખ્યાતિ ધર્મેશભાઈએ તાલુકામાં નવમો, મહેતા પૂર્ણશ ભાનુપ્રસાદે દસમો અને ગોદાવરીયા પ્રિયા કમલેશભાઈએ બારમો ક્રમ મેળવ્યો હતો. ખરા અર્થમાં શૈક્ષણિક ઉપલબ્ધીઓ મેળવવા બદલ શાળા પરિવારએ હર્ષ અને આનંદની લાગણી વ્યકત કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en