મોરબીમાં સીરામીક ટાઇલ્સ સસ્તી આપવાના બહાને ₹ 3 લાખની ઠગાઈ

- text


સીરામીક વેપારીનો વોટ્સએપમાં સંપર્ક કરી નાણાં બેક એકાઉન્ટમાં જમા કરાવીને બે શખસોએ ધુંબો માર્યો.

મોરબી : મોરબીમાં સીરામીક વેપારીને સસ્તી સીરામીક ટાઇલ્સ આપવાના બહાને બે શખ્સોએ રૂ.3 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં વેપારીનો વોટ્સએપમાં સંપર્ક કરીને બેક એકાઉન્ટમાં નાણા જમા કરાવીને બે શખસોએ છેતરપીંડી આચરી હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ છેતરપીંડીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૂળ બોટાદના વતની અને હાલ મોરબીના સીરામીક સિટીમાં રહેતા સીરામીક ટાઇલ્સના ધંધાર્થી રોહિતભાઈ પીતાંબરભાઈ ગડુલિયા ઉ.વ.25એ વિનાયક ઈમ્પેક્ષ પેઢીના માલિક એમરભાઈ ઉર્ફે યશપાલ વાસુદેવભાઈ નિમાવતે અને માધવ ઉર્ફે માધિયો યોગેશભાઈ દવે સામે રૂ.3 લાખની છેતરપીંડીની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ બનાવ ગત તા.31ના રોજ મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે પર ઓફિસ નંબર 42 રિયલ પ્લાઝા પોરિયમ ઈમ્પેક્ષ નામની કંપની ટ્રેડ્રિગમાં બનાવ બન્યો હતો .ફરિયાદમાં જણાવ્યા મુજબ સીરામીક વેપારીનો અરોપી એમરભાઈ ઉર્ફે યશપાલભાઈ નિમાવતે વોટ્સએપ મારફત સંપર્ક સાધ્યો હતો અને આરોપીએ તેમને સસ્તા ભાવે સીરામીક ટાઇલ્સ આપવાનું કહીને વિશ્વાસ કેળવ્યો હતો.સસ્તાભાવે સીરામીક ટાઇલ્સ લેવા માટે સીરામીક વેપારીએ આરોપીએ કહ્યા મુજબ રૂ.50 હજાર તેમના બેક એન્કાઉન્ટમાં જમા કરાવી દીધી હતા બાદમાં બાકીના રૂ.2.50 લાખ બીજા આરોપી માધવ દવેને આપી દીધા હતા.ત્યાર પછી સીરામીક વેપારીને નક્કી થયા મુજબ સીરામીક ટાઇલ્સ ન મળતા તેમને છેતરાયા હોવાનું એહસાસ થતા તેમણે આ અંગે તાલુકા પોલીસમાં બને શખસો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.આ બનાવની વધુ તપાસ તાલુકા પી.એસ.આઇ.એ.વી.ગોંડલીયા ચલાવી રહ્યાં છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en\

 

- text