હળવદના ચંદ્રગઢ ગામે દિવ્ય પંચાબ્દી મહોત્સવ ઉજવાયો

હરિભકતોનું ઘોડાપુર મહોત્સવના અંતિમ દિવસે ગાદીપતિ પ.પૂ.ધ.ધૂ.આચાર્ય કૌશલ્યેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી હરિભકતોને આર્શિવચનો પાઠવ્યા

હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપર) ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્ય પંચાબ્દી મહોત્સવ તેમજ અલૌકિક શાકોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સ્વામીનારાયણના સંતો – મહંતો દ્વારા પ્રવચન આપી સત્સંગવાણી પીરસી હતી. તો સાથો સાથ તા. રથી ૬ ફેબ્રુઆરી સુધી હરિભકતોને સ્વામીનારાયણ મહંતોએ રાત્રીય પંચામૃત કથાનું અમૃતરસ પીરસ્યું હતું.

ચંદ્રગઢમાં શાકોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.
તાલુકાના લીલાપુર ગામે આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિરે દિવ્ય પંચાબ્દી મહોત્સવ તેમજ અલૌકિક શાકોત્સવ ઉજવાયો હતો. ચંદ્રગઢ ગામે ભગવાન સ્વામીનારાયણ મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતા પંચામૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રગઢ ગામે યોજાયેલ ભકિતમય દિવ્ય પ્રસંગે તા. રથી ૬ ફેબ્રુઆરી સુધી પંચામૃત કથાના પૂ. શા. શ્રી દિવ્યપ્રકાશસ્વામી (મુળીધામ), પૂ. શા. શ્રી ધર્મજીવન સ્વામી (મોરબી), પૂ.સાધુ શ્રી સત્યવંદન સ્વામી (શ્રી હરિકૃષ્ણધામ), પૂ.શા.શ્રી ત્યાગવલ્લભ સ્વામી (સુરેન્દ્રનગર), પૂ. શા. શ્રી સેવાવત્સલ સ્વામી (જારાવરનગર)ના વકતાશ્રીઓ દ્વારા હરિ ભકતોને નારીભકત, ચરિત્રામૃત, પરાવાણી વચનામૃત, સંત ચરિત્રામૃત, શ્રીજી ચરિત્રામૃતનું રાત્રીય પંચામૃત કથાનું અમૃતરસ પીરસ્યું હતું. આ શાકોત્સવ પ્રસંગે ૧૦૦ મણ રીંગણાના શાકનું વગાર પૂ. કૃષ્ણવલ્લભ સ્વામી તેમજ સંતોના હસ્તે કરવામાં આવ્યું છે અને આ મહાપ્રસાદમાં ૧૦૦ મણ બાજરો, ૧૦૦ મણ ખીચડી, ૧૦૦ મણ મીઠાઈઓની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે શાકોત્સવનો પ્રારંભ પ.પૂ.ધર્મકુળની પાવનકારી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને શ્રી સ્વામિનારાયણ મંદિર લીલાપુર દ્વારા આયોજિત આ શાકોત્સવ મહોત્સવમાં ૧પ હજારથી વધુ હરિભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો. ચંદ્રગઢ ગામે શાકોત્સવમાં અભિષેક દર્શન તેમજ અન્નકુટ દર્શન માટે ભાવિક ભકતોનો ઘોડાપુર ઉમટયું હતું. આ મહોત્સવના અંતિમ દિવસે ગાદીપતિ પ.પૂ.ધ.ધૂ.આચાર્ય કૌશલ્યેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી લીલાપર ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરે આરતી ઉતાર્યા બાદ સભા મંડપમાં પધારી હરિભકતોને આર્શિવચનો પાઠવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en