મોરબીમાં બાઇક ચાલકે રાહદારીને ઉલાળ્યો

- text


મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા અસલમભાઈ મયૂદિનભાઈ કટિયા ઉ.વ.25 નામનો યુવાન કોઈ કામસર નવલખી રોડ ઉપર કુબેરનગરના નાલા પાસે રોડ પર ચાલીને પસાર થઈ રહ્યો હતો.તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતા જી.જે.03 એચ.એમ.1233 નંબરના બાઇકચાલકે આગળ રોડ પર ચાલીને જઈ રહેલા અસલમભાઈને પાછળથી હડફેટે લઈને પછાડી દીધા હતા.આ અકસ્માતમાં તેમને પગના ભાગે ફેક્ચર જેવી ઇજા થઇ હતી.આ અકસ્માત સર્જીને બાઇકચાલક ફરાર થઈ ગયો હતો.બાદમાં ઇજાગ્રસ્ત યુવાને આ બનાવની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈકચલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text