મોરબી જિલ્લાના 2.5 લાખ બાળકોને કૃમિનાશક ગોળી પીવડાવાશે

- text


રાષ્ટીય કૃમિનાશક દિન નિમતે આંગણવાડી, પ્રા. શાળા ,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સહિત 1767 બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના આશરે 2.5 લાખ બાળકોને કૃમિનાશક ગોળી પીવડાવવામાં આવશે. રાષ્ટીય કૃમિનાશક દિનની ઉજવણીના ભાગરૂપે 1767 સંસ્થાઓના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવીને કૃમિથી રક્ષણ અપાશે.

મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા આવતીકાલે તા.8ના રોજ રાષ્ટીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગ રૂપે બાળકોને કૃમિથી રક્ષણ આપવના ઉદેશ્ય સાથે 1થી 19 વર્ષના આશરે 2.5 લાખ બાળકોને કૃમિનાશક ગોળી પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લાની 763 પ્રાથમીક શાળા,197 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા તથા 798 આંગણવાડી સહિત કુલ 1767 સંસ્થાના 2.5 લાખ બાળકો તેમજ શાળાએ કે આગણવાડીએ ન જતા હોય તેવા 2 થી 19 વર્ષની ઉંમરના તમામને કૃમિનાશક ગોળી ખવડવામાં આવશે .મોરબી જિલ્લા આરોગ્ય તંત્રના આરોગ્ય કર્મચારીઓ તથા અધિકારીઓ અને આંગણવાડી તેમજ આશાવર્કરો કામગીરી કરશે

- text

આ અંગે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ કતીરાએ જણાવ્યું હતું કે. કૃમિનાશક ગોળીઓ ખાવાથી બાળકોમાં લોહીની ઉણપોમાં સુધારો થાય છે.તેમજ સ્કૂલ અને આંગણવાડીમાં બાળકોની હાજરી વધે અને ગ્રહનશકિત સુધારવામાં મદદરૂપ થાય છે.ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવનદરમાં વૃદ્ધિ થાય છે વાતાવરણમાં કૃમિની માત્રા બહુ જ આછો થતી હોય સરવાળે મોટા જન સમુદાયના આરોગ્યને મોટો ફયદો થતી હોવાથી વાલીઓને આ ગોળીઓનો તેમના બાળકોને લાભ આપવાની અપીલ કરી છે.તેમજ કાલે કૃમિનાશક ગોળીથી વંચિત રહી જનાર બાળકો માટે તા 14 ફ્રેબ્રુઆરી લાભ લેવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સર્પક સાધવા અનુરોધ કર્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

Pills and capsules in medical vial

- text