યુનિ.માં અનામત અંગેના નિર્ણયના વિરોધમાં હળવદમાં એસ એસ ડીનું આવેદન

- text


૨૦૦ પોઈન્ટ રોસ્ટર સીસ્ટમ લાગુ કરવા એસએસડીની માગ

હળવદ : વિશ્વ વિદ્યાલયોમાં અનામત સિસ્ટમમાં ફેરફાર કરી સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા નિણર્ય મામલે હળવદમાં સ્વયમ સૈનિક દળે મામલતદારને આવેદન આપી આ નિર્ણય ગેર બંધારણીય હોવાનું જણાવીને આ અંગે યોગ્ય કરીવાહી કરવાની માંગ કરી છે.

દેશની તમામ યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી પ્રકિયામાં વર્ષોથી ચાલતા ૨૦૦ પોઇન્ટ રોસ્ટર સિસ્ટમ અમલી હતી.જેના કારણે તમામ વર્ગના ઉમેદવારોને પ્રતિનિધિ મળી શકતું હતું .જોકે યુજીસી દ્વારા પ્રોફેસરની આગામી તમામ ભરતીઓમાં ૧૩ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિથી કરવા જઈ રહી છે આ પદ્ધતિ મુજબ ૧,૨,૩ જનરલ ૪ ઓબીસી,૫,૬ સામાન્ય વર્ગ અને ૭ અનુસૂચિત જાતી, ૮ પદ ૯,૧૦,૧૧ સામાન્ય અને ૧૨ ફરી ઓબીસી ૧૩ સામાન્ય વર્ગ અને ૧૪માં પદ પર એસટીના ઉમેદવારની ભરતી થશે હવે ૧૩ પોઈન્ટ રોસ્ટર લાગવાથી એસટી ઉમેદવારની ભરતીના દરવાજા બંધ થઇ જશે અને તેમને અન્યાય થશે તેવી રજૂઆત હળવદમાં સ્વય સેવક દળે કરી હતી અને આ મુદે હળવદ મામલતદારને આવેદનપત્ર આપી પ્રધાનમંત્રી સમક્ષ ફરીવાર ૨૦૦ પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ પર અધ્ય્દેશ લાવવા માંગણી કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text