મોરબીમાં કર્ણાટકા બેન્કની ૮૩૭મી બ્રાન્ચનું કાલે ગુરૂવારે ઉદ્દઘાટન

લાલપર રોડ ખાતેની આ બ્રાન્ચ મિની ઇ-લોબીથી સજ્જ હશે

મોરબી : મોરબીમાં કાલે ગુરુવારે કર્ણાટકા બેમ્મી ૮૩૭મી બ્રાન્ચનો ઉદ્દઘાટન સમારોહ યોજનાર છે. લાલપર રોડ ખાતેની આ બ્રાન્ચમાં ગ્રાહકોની સરળતા માટે મીની ઇ-લોબી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મોરબીના લાલપર રોડ ખાતે આવેલા ઈશાન સીરામીક ઝોન શોપ નં. જી-૫, ૬ અને ૭મા કર્ણાટકા બેંકની ૮૩૭મી બ્રાન્ચનો શુભારંભ થનાર છે. આ બેંકનું ઉદ્દઘાટન આવતીકાલે ગુરુવારે સવારે ૧૦ વાગ્યે કરવામાં આવશે. આ બેન્કમાં મિની ઇ- લોબીની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

ઉદ્દઘાટન પ્રસંગે બોસ ગ્રૂપના ડિરેક્ટર વેલજીભાઈ કે.પટેલ, રામકો ગ્રૂપના ડિરેકટર ભગવાનજીભાઈ કુંડારીયા અને બેંકના જનરલ મેનેજર મુરલીધર ક્રિષ્ના રાવ ખાસ ઉપસ્થિત રહેશે. તેમ બેંકના બ્રાન્ચ મેનેજર દિપકકુમાર ઝા અને ડેપ્યુટી જનરલ મેનેજર સથીશા શેટ્ટીની યાદીમાં જણાવાયું છે.