મોરબીના વીરપર ગામ નજીક ડ્રાઇવરને ઝોકું આવી જતા ટ્રક પલ્ટી મારી ગયો

મોરબી : મોરબીના વીરપર ગામ નજીક ડ્રાઇવરને ઝોકું આવી જતા ટ્રક પલ્ટી મારી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઇવરને માત્ર સામાન્ય ઇજાઓ જ બની હતી.

મોરબી તાલુકાના વીરપર ગામ નજીક આવેલા એલપીજી ગેસ પંપ સામે આજે વહેલી સવારે ૪:૩૦ કલાકે ટ્રકચાલકને ઝોકું આવી જતા ટ્રક રોડ પરથી નીચે ઉતરીને પલ્ટી મારી ગયો હતો. જો કે આ અકસ્માતમાં ડ્રાઇવરને વધુ ઇજાઓ પહોંચી ન હતી. બાદમાં ક્રેનની મદદથી ટ્રકને સીધો કરવામાં આવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en