મોરબીની એલિટ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટમાં પ્રતિભા એવોડ એનાયત

- text


મોરબી : મોરબીની નામાંકિત એલિટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટમાં ધો. 1 થી 12 સાયન્સ & કોમર્સ તથા B.Sc. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બે દિવસીય “એલિટ પ્રતિભા એવૉર્ડ સેરેમની” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

એલિટ પ્રતિભા એવોડ સેરેમનીમાં આ સંસ્થાના 620 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ રમત-ગમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધીઓ બદલ શિલ્ડ તેમજ સર્ટીફિકેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બિન અનામત આયોગના ચેરમેનશ્રી બી.એચ.ઘોડાસરા સાહેબ, અંબારામભાઈ કવાડિયા, સંસ્થાના પ્રમુખશ્રી કલોલા સાહેબ તથા સંસ્થાના પ્રિન્સીપાલશ્રી ભાવેશભાઈ ચાડમીયાના વરદહસ્તે સિદ્ધિઓ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બી.એચ.ઘોડાસરા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મેળવેલ સિદ્ધીઓ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તે ફિલ્ડમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

- text

એલિટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના પ્રમુખશ્રી કલોલા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના દરેક સ્ટાફ દ્રારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text