મોરબીમા પ્રદુષણ ખતરનાક હદે વધ્યું ! પીએમ લેવલ ૧૫૦ની સપાટીએ

- text


વાયુ પ્રદુષણ વધવાની સાથે – સાથે જળ પ્રદુષણમાં પણ ચિંતાજનક વધારો : આંખ,ફેફસા અને શ્વસનતંત્ર ઉપર ગંભીર અસર

મોરબી : મોરબીમાં ઓધોગિક વિકાસને કારણે વધી રહેલા હવાનું પ્રદુષણ પણ વધી રહ્યું છે.ચાલુ વર્ષે શિયાળામાં હવાના પ્રદુષણની માત્રા વધી છે. છેલ્લા ૪ મહિનામાં હવામાં પીએમ લેવલ ચિંતાજનક રીતે વધ્યું છે.પીએમ લેવલ ૧૫૦ને પાર થઈ ગયું છે.હવામાં ભળતા કેમિકલને કારણે લાંબા ગાળે આંખ,કાન નાક અને ફેફસાને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા, રજકણો અને પ્રવાહીકણોના કારણે હવા પ્રદુષિત થઈ રહ્યું છે.

ઔધોગિક હબ મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષમાં વિકસેલા સિરામિક ઉધોગ દિવસ રાત ધમધમી રહ્યા છે. જોકે ઉધોગકારો વિકાસની આ હરણફાળમાં જાણે અજાણ્યે પ્રકૃતિ સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. સિરામિક તેમજ અન્ય ઉધોગમાંથી નીકળતા કેમિકલ યુક્ત ધુમાડાને કારણે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર દિવસે દિવસે પ્રદુષિત થઇ રહ્યા છે. વહેલી સવારના સમય કે સાંજના સમયે જે રીતે ધુમ્મસ રૂપે જોવા મળતા કેમિકલ યુક્ત ધુમાડા આરોગ્ય માટે જોખમી બન્યા છે.મોરબીમાં સપ્ટેબર થી ડીસેમ્બેર ૨૦૧૮ દરમિયાન પ્રદુષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે.પ્રદુષણની માત્રા ચેક કરતા મોરબી પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડના આકડા મુજબ છેલ્લા ૪ મહિનામાં પીએમ લેવલ ૧૫૦ને કે ૨૦૦ને પાર કરી ગયું છે. દોઢું કે બે ગણું રહ્યું છે.

આરોગ્યની દ્રષ્ટીએ ૧૦૦ પીએમ સામાન્ય કહેવાય છે તો અતિ સુક્ષ્મ કહી શકાય તેવા ઘાતક રજકણોનું પ્રમાણ ૪૧પીએમથી ૬૪.૧ પીએમ સુધી નોધાયું છે જે સામાન્ય કરતા દોઢ ગણું રહ્યું છે આ ઉપરાંત ઉધોગમાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઈડનું પ્રમાણ ૧૮.૬૩થી ૨૩.૫૮ ટકા જેટલું નોધાયું છે આ ઉપરાંત કાર્બન મોનોકસાઇડ,નાઈટ્રોજન ડાયોક્સાઈડ, લેડ,કાર્બન ડાયોક્સાઈડ,એમોનિયા સહિતના તત્વનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવા ઘાતક તત્વોને કારણે લાંબા ગાળે આંખ,કાન નાક,ચામડી પર ગંભીર અસર થાય છે તો ભવિષ્યમાં ટીબી,કે કેન્સર જેવા ગંભીર રોગ થવાની સંભાવના સેવાઈ રહી છે.

- text

પીએમ એટલે કે પર્ટીક્યુંલર મેટર,હવામાં ઉડતા એવા સુક્ષ્મ રજકણો, જે નરી આખે જોઈ શકતા નથી આવા રજકણ પ્રવાહી કે ઘન સ્વરૂપે ફરતા હોય છે. જેમાં કેમિકલ યુક્ત હવા ભળવાથી પ્રદુષિત બનતા હોય છે અને તે શ્વાસમાં પણ ભળી જતા હોય છે પ્રદુષણની હવામાં તેના પ્રમાણ માપતા એકમને પીએમ લેવલ તરીકે ઓળખવામાં આવે છે ૧૦૦ પીએમ લેવલ સુધી સામાન્ય માત્ર ગણાય છે.

મોરબીના મચ્છુ ૨ ડેમ, અને મચ્છુ ડેમ, કલીન્દ્રી નદી,તમજ અલગ અલગ વિસ્તારમાં બોરના પાણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ટીડીએસનું પ્રમાણ પણ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. જેમાં ઘૂટું રોડ આવેલ કાલીન્દ્રી નદીના ત્રણ સ્થળેથી લેવાયેલ સેમ્પલમાં એક સ્થળે ટીડીએસ ૨૮૮૪,એક સ્થળેથી ૧૬૨૪ અને એક સ્થળે ૧૫૪૬ જેટલું પ્રમાણ નોધાયું હતું, જયારે મચ્છુ ડેમમાં ૪૯૬ અને મચ્છુ ડેમ ત્રણમાં ૬૬૦ ટીડીએસ નોધાયા હતા જોકે ડેમમાં ટીડીએસનું પ્રમાણ સામાન્ય કરતા ઓછા હોવાનું સામે આવ્યું હતું જયારે પીએસ લેવલ તમામ ડેમમાં ૭.૫ પીએચ લેવલ નોધાયું હતું.

જીપીસીબી કચેરી મોરબીના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એન આઈ કાપડીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં વિકસેલ ઉધોગોને કારણે પ્રદુષણ વધવાની શક્યતા છે જોકે અમે પ્રદુષણનું પ્રમાણ ન વધે અને પ્રકૃતિનું જતન થાય તે માટે અમે સતત ઔધોગિક એકમમાં નિયમિત મુલાકાત લઈએ છીએ હવાનું અને પાણીના સેમ્પલ લઇ ચકાસણી કરીએ છીએ.અને ૨૦૧૮નાં વર્ષમાં ચેકિંગ કામગીરી કરી પ્રદુષણ કરતા ૯૭૭ એકમને નોટીસ ઓફ ડાયરેકશન આપવામાં આવી હતી ૫૪૧ એકમને કારણદર્શક નોટીસ ગંભીર રીતે પ્રદુષણ ઓકતા ૧૫૪ જેટલા યુનિટને ક્લોઝર નોટીસ આપવામાં આવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text