મોરબી: નારણકા ગામે તસ્કરોનો તરખાટ, રોકડ સહિત વાસણ ની ચોરી

મોરબી: મોરબી તાલુકાના નારણકા ગામે તસ્કરીનો કેસ સામે આવ્યો છે. રાત્રી દરમિયાન ચોર એક બંધ મકાનમાં ત્રાટક્યા અને ચોરીને અંજામ આપ્યો હતો.

નારણકા ગામે તસ્કરોનો ત્રાસ ખુબ વધી ગયો હોવાથી છેલ્લા થોડા સમયથી ગ્રામજનો દ્વારા રોન શરુ કરવામાં આવી હતી. છતાં રાત્રિ દરમિયાન એકે બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોર ત્રાટક્યા હતા. શ્રીમાળી દામજીભાઇ વીરજીભાઈના બંધ મકાનના દરવાજાના અને કબાટના તાળા તોડીને કુલ 25000 જેટલી રોકડ રકમ ઉપરાંત વાસણની ચોરીની ઘટના બની છે. આ અંગે પોલિસ ફરિયાદ પણ નોંધાઈ છે.