મોરબીના જય રાચ્છે પ્રથમ પ્રયત્ને જીપીએસસીની પરિક્ષા પાસ કરી

- text


કલ્પસર વિભાગમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે પોસ્ટિંગ : ઠેર-ઠેરથી અભીનંદન વર્ષા

મોરબી : મોરબીના જય રાચ્છે માત્ર ૨૨ વર્ષની ઉંમરે જી.પી.એસ.સી. પરિક્ષા પ્રથમે પાસ કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓને કલ્પસર વિભાગમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે પોસ્ટિંગ અપાયું છે.

મોરબીના રાચ્છ જય જીતેન્દ્રકુમારે તાજેતરમાં જી.પી.એસ.સી. ગુજરાત એન્જીનીયરીંગ સર્વિસીસ સિવિલ ક્લાસ વર્ગ ૧-૨ ની પરિક્ષા ૧૦૬ મેરિટ સાથે પાસ કરેલ છે તેની કલ્પસર વિભાગમા ડેપ્યુટી એન્જીનીયર તરીકે નિમણુંક થયેલ છે. જયે આણંદના બિરલા મહાવિદ્યાલય માંથી બી.ઈ. સીવીલનો અભ્યાસ કર્યા બાદ એમ.ઈ. નો અભ્યાસ ચાલુ છે, તેમણે અભ્યાસ સાથે જી.પી.એસ.સી. ની તૈયારીઓ કરી પ્રથમ પ્રયત્ને પાસ કરી રાચ્છ પરિવાર, લોહાણા સમાજ તેમજ સમગ્ર મોરબી નુ ગૌરવ વધારેલ છે.

- text

માત્ર ૨૨ વર્ષ ની વયે જી.પી.એસ.સી. ની પરિક્ષા પાસ કરવા બદલ મોરબી લોહાણા મહાજનના ગીરીશભાઈ ઘેલાણી, નવીનભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, નિર્મિત કક્કડ, કાજલબેન ચંડીભમર સહીતના લોહાણા સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text