દોસ્ત, દોસ્તના રહા ! હનીટ્રેપના ચારેય બ્લેકમેઇલર બે દિવસના રિમાન્ડ ઉપર

- text


ઉદ્યોગપતિના મિત્રએ જ નાણાંની લ્હાયમાં દગાખોરી કરતા નાણાં પરત ઓકવવા કવાયત

મોરબી : મોરબીમાં હની ટ્રેપના કિસ્સામાં ચાર શખ્સોએ મહિલાની મદદ લઈને ઉધોગપતિનો લલચાવી તેની સાથે સંબંધ બંધાવીને તેનો વીડિયો બનાવ્યા બાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને રૂ. ૧૦ લાખ પડાવી લીધાના કેસમાં પોલીસે તત્કાળ ચારેય આરોપીને ઝડપી લઈને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીમાં રહેતા એક ઉધોગપતિ યુવાનને આશિષ હેમંત આદ્રોજા રહે. બોની પાર્ક, તુલસી હસમુખ સંખેસરિયા રહે. રાજનગર, વિપુલ મનું ચૌહાણ રહે. રણછોડનગર, ધવલ નરભેરામ આદ્રોજા રહે. રાજનગરવાળાએ એક મહિલા સાથે મળીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.જેમાં આ ચાર પૈકી એક શખ્સે શનાળા રોડ પર આવેલ ઘડિયાલના કારખાનામાં યુવકને બોલાવ્યો હતો. જ્યાં આ યુવકની મહિલા સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.આ મુલાકાત વેળાએ મહિલાએ યુવકને લલચાવી ફોસલાવીને શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમા આ ચારેય શખ્સોએ ઉધોગપતિ યુવાનની બીભત્સ વીડિયો કલીપ ઉતારી હોવાનું કહીને તેની પાસેથી રૂ.10 લાખ પડાવી લીધા હતા અને વધુ બ્લેકમેઇલ કરતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો.પોલીસે ચારેય શખ્સોને ઝડપીને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટે આ ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ મજુર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે , ઉધોગપતિનો આશિષ નામનો અરોપી મિત્ર હતો અને સાથે જ ધંધો કરતો હતો.તેણે જ મિત્રદ્રોહ
કરીને ઉધોગપતિનો હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text