ટંકારા નજીક જીનિંગ મિલમાંથી તસ્કરોનો હાથફેરો : રૂ. ૯૩ હજારની રોકડ ચોરાઈ

ટંકારા : ટંકારા નજીક આવેલ એક જીનિંગ મિલમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ રોકડ રૂ. ૯૩ હજારની ચોરી કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના દેવડીયા ગામ પાસે આવેલ રત્ના કોર્ટક્ષ જીનિંગ મિલને તસ્કરોએ નિશાન બનાવીને ઓફીસના કબાટના તાળા તોડી રૂ. ૯૩ હજારની રોકડની ચોરી કરી હતી. આ ઘટના સંદર્ભે હર્ષદભાઈ જસમતભાઈ ઘોડાસરા ઉ.વ. ૩૫એ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en