મોરબીમાં 490 આવાસ યોજનાના લાભાર્થીઓને ક્યારે ઘરનું ઘર મળશે ?

એકવર્ષ પહેલા ડ્રો કર્યા બાદ મકાનો પણ તૈયાર થઈ જવા છતાં આવોસોની સોંપણીમાં થઇ રહેલા વિલંબથી લાભાર્થીઓમાં રોષ : પુરા નાણાંની ભરપાઈ ન થઈ હોવાથી વિલંબ થતો હોવાનો તંત્રનો બચાવ

મોરબી :મોરબીમાં આવાસ યોજનાંના 490 લાભાર્થીઓને હજુ પણ ઘરનું ઘર આશા દુર્લભ બનતી જતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 490 આવસોનો એકવર્ષ પહેલા ડ્રો થઈ ગયો છે અને આવાસો પણ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે.છતાં આવોસોની સોંપણીમાં ભારે વિલંબ થતા લાભાર્થીઓમાં રોષ વ્યાપી ગયો છે.જોકે હજુ સુધી આવાસ યોજનાના પુરા નાણાંની ભરપાઈ થઈ હોવાથી વિલંબ થઈ રહ્યાનો તંત્રએ બચાવ કર્યો છે.

મોરબી નગરપાલિકા દ્રારા સરકારની આવાસ યોજના હેઠળ ઘરવિહોણા ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ અવસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.ગરીબ લાભાર્થીઓએ આવાસ યોજના ફોર્મ મેળવવા માટે અનેક ધક્કા ખાધા અને મુશ્કેલીઓ વેઠીને ઘરનું ઘર મળશે એવી આશામાં હોશેહોશે જરૃરી તમામ ડોક્યુમેન્ટ સાથે પ્રથમ હપ્તા રૂપે રૂ.10 હજાર સાથે પાલિકામાં ફોર્મ જમા કરાવી દીધા હતા અને એકવર્ષ પહેલા આ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં આવાસ યોજનાના 490 લાભર્થી હોવાનું સતાવાર રીતે જાહેર કરવામા આવ્યું હતું તેમજ બાકીના રૂ 70 હજાર કટકે કટકે ભરીને થોડા સમયમાં જ આવાસોની સોંપણી કરી દેવાની પણ જહેરાત કરવામાં આવી હતી. પરંતુ દુઃખની વાત ર છે કે એકવર્ષ વીતી જવા છતાં 490 લાભાર્થીઓનું ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન સાકાર થયું નથી

એકવર્ષ પહેલા ડ્રો થઈ ગયો અને છેલ્લા ત્રણ માસથી મકાનો તૈયાર થઈ જવા છતાં હજુ સુધી લાભર્થીઓને મકાનોનો કબજો સોપાયા નથી .મકાનોનો સોંપણીમાં પાલિકા તંત્રની એટલી હદે ઢીલીનીતિ છે કે હજુ ક્યારે મકાનોનો કબ્જો સોપાશે તે નક્કી નથી હજુ હમણાંથી પાલિકા તંત્ર આવાસ યોજનાના બાકીના 70 હજારની ઉઘરાણી માટે આળસ ખખેરી છે અને લાભાર્થીઓએ પ્રથમ હપ્તા રૂપે રૂ 10 હજાર ભરવાનું શરૂ કર્યુ છે.કેટલાક સગવડ વાળા લાભાર્થીઓએ પૂરેપૂરી રકમ ભરી દીધી છે.

લાભાર્થીઓ ઉકળાટ ઠાલવતા કહે છે કે,એકવર્ષ પહેલાં ડ્રો થઈ ગયા બાદ તેના બીજા મહિને તબબકવાર રૂ 70 હજારના બાકી હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું હોત તો વહેલાસર તેમને ઘરનું ઘર મળી ગયું હોત. પરંતુ તંત્ર એ એકવર્ષ બાદ હવે બાકીની રકમ ઉઘરવાનું શરૂ કરતાં મકાનોની સોંપણીમાં તંત્રની ઢીલી નીતિ દેખાય આવે છે.હજુ તો પહેલો હપ્તો ભરવાનું શરૂ થયું છે બધા લોકો સગવડ વાળા હોતા નથી એટલે જેટલો પૈસા ભરવા વિલંબ થશે એટલો જ મકાનોનો સોંપણીમાં વિલંબ થશે સામાપક્ષે તંત્ર કહે છે કે જરૂરી કાર્યવાહી બાદ હપ્તા ભરવાનું શરૂ કરું હોય આવાસ યોજના તમામ નાણાં ભરપાઈ થઈ જશે એટલે આવોસોની સોંપણી કરી દેવાશે જોકે અન્ય જગ્યાએ ડ્રો થઈ ગયા બાદ જ મકાનો સોંપી દેવાતાં હોય છે પરંતુ મોરબીમાં હજુ સુધી આવાસો ન સોંપતા લાભાર્થીઓ પાલિકા કચેરીમાં ચક્કર પે ચક્કર કાપી રહ્યા છે સરવાળે પાલિકા તંત્રની ઢીલીનીતિના કારણે લોકોને ઘરનું ઘર મેળવવનું સ્વપ્ન પાછું ઠેલાતું જાય છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en