વાંકાનેરના કોઠી ગામે તાપણામાં દાઝેલા વૃદ્ધાએ દમ તોડ્યો

- text


 

વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામે તાપણમાં ચક્કર આવતા પડી જવાથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાએ રાજકોટ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેરના કોઠી ગામે રહેતા જશુબેન લખુભાઈ ચાવડા ઉ.વ.70 નામના વૃદ્ધા ગત તા 25ના રોજ ટાઢ ઉડાડવા ગરમ તાપણામાં તાપી રહ્યા હતા.એ વખતે અચાનક તેમને ચક્કર આવતા તાપણામાં પડી જવાથી ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં ગત તા.30ના રોજ તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text