વાંકાનેરમાં જીંજરા શેકતી વખતે દાઝેલા આધેડનું મોત

 

વાંકાનેર : વાંકાનેરમાં જીંજરા શેકતી વખતે લાગેલી આગમાં દાઝેલા આધેડનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.ગત.25 ડિસેમ્બર બનેલા આ બનાવના કાગળિયા ટપાલ મારફતે આજે આવતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેરના નવાપરામાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા વિનોદભાઈ પ્રભુભાઈ સંખેસરિયા ઉ.વ.55 નામના આધેડ ગત તા.22 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે જીંજરા શેકતા હતા અને ભડકો કરવા આગમાં કેરોસીન નાખતા વધુ ભડકો થવાથી આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા.તેમનું રાજકોટ વધુ સારવાર દરમ્યાન તા.25 ડિસેમ્બરે મોત નીપજ્યું હતું.આ બનાવના ટપાલ મારફત આજે કાગળિયા આવતા વાંકાનેર પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.