માળીયા: હાઇવે પર મધરાતે ટ્રક પાછળ ટ્રક ઘુસ્યો

દોઢ કલાકની મથામણ બાદ ટ્રકચાલકનો બચાવ

માળીયા: માળીયા હાઇવે પર અકસ્માતો સામાન્ય બની ગયા છે, જે પૈકી આજે વધુ એક અકસ્માતમાં ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા ચાલકને ઇજા પહોંચી હતી અને સારવાર અર્થે મોરબી ખસેડાયો હતો.

ઘટનાની વધુ વિગત મુજબ માળિયા હાઇવે પરના ઓવરબ્રિજ પાસે આગળ જતા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી ગયો હતો અને ટ્રકની કેબિન અન્ય ટ્રકમાં ઘુસી જતા ટ્રકચાલકને ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જ માળીયા પોલીસ અને 108 ટીમના દાઉદભાઈ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. દોઢ કલાકની મથામણ બાદ અંતે ટ્રકચાલકને બચાવી લેવાયો હતો અને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en