ટંકારા: બે જૂથ વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં સામ-સામી ફરિયાદ, ૩૧ સામે નોંધાતો ગુનો

- text


ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિની હાલત ગંભીર : હજુ પણ પોલીસ બંદોબસ્ત યથાવત

ટંકારા: ટંકારાના દવાખાના રોડ પર ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં હથિયારો વચ્ચે બે પક્ષો સામ- સામા આવી જતા પાંચ થી છ લોકોને ઇજાઓ પહોંચી હતી.આ બનાવમાં બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ૩૧ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક જ જ્ઞાતિના અને નજીકમાં સગા થતા બે જૂથ વચ્ચે આજથી ત્રણ માસ પહેલા છેડતીના બનાવને લઈને મારામારી થઇ હતી.બાદમાં જ્ઞાતિ અગ્રણીઓએ વચ્ચે રહી સમાધાન પણ કરાવી આપ્યું હતું. પણ સમાધાન લાબું ન ટકતા સશસ્ત્ર અથડામણ થતા બન્ને પક્ષોના ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં એક શખ્સની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

સમાધાન થઈ ગયા બાદ સામે વાળા પક્ષના સભ્યો પોતાના ઘર પાસેથી રોજ બાઈક લઈને નીકળતા સમયે જોરથી હોર્ન વગાડતા પસાર થતા હોય તેઓને ઠપકો આપ્યો હતો. જે સામે વાળાઓને સારું નહિ લાગતા અલ્તાફ નાયક પાન ખાવા ગયો ત્યારે સામે વાળાઓએ એક સંપ કરીને હુમલો કરતા બચાવમાં અલ્તાફ નાયકના પક્ષેથી પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં બન્ને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી છે.

અલ્તાફ ગફારભાઈ નાયકે સામે વાળા ઇબ્રાહિમ ઉર્ફે ઇભુ ઈસા અંબ્રાણી, સીરાજ ઇભુ, કાસમ ઇભુ, મામદ મુસા, હનીફ મામત, સલીમ કાસમ અંબ્રાણી, મામદ અમીશા ભૂંગર, યુનુસ હુસેન ભૂંગર, રજાક મામદ સમા, હાસમ ઇસ્માઇલ ભૂંગર, ઈરફાન ઇસ્માઇલ ભૂંગર, નાસિર ઓસમાણ ભૂંગર, સુલેમાન મુસા સમા, સમીર સલીમ અંબ્રાણી રહે બધા ટંકારા વિરુદ્ધ એક સંપ કરી ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હોવાની તેમજ બચાવવા માટે વચ્ચે પડેલા સાહેદ હનીફ અલાણાને પણ લાકડી , પાઇપ, ધોકા તેમજ તીક્ષ્ણ હથિયારો વડે ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ કરી છે.

જ્યારે સામાં પક્ષે ઇભુ ઈશા અંબ્રાણીએ (ઉં.વ.૬૦) વળતી ફરિયાદ કરી છે.જેમાં જણાવ્યા મુજબ પોતે સમાજના પ્રમુખ હોય અને જ્ઞાતિ બાંધવની રુએ સમજાવવા જતા આરોપીને સારું નહીં લાગતા એક સંપ કરી અમારી ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. જેમાં હુમલાખોર તરીકે હસન ગુલમામદ કેડા, હનીફ અલાણાભાઈ ભૂંગર, સલીમ અલાણાભાઈ ભૂંગર, અલ્તાફ ઉર્ફે લડડુ ગફાર નાયક, જુમાં કાસમ સુમરાણી, સલીમ ઉર્ફે ભનો મહેબૂબ કેડા, રાજુ કાસમ ભૂંગર, સિકંદર મામદ સુમરાણી, રફીક મામદ સુમરાણી, હારુન જુમાં નાયક, ગફાર જુમા નાયક, જાવીદ ઇબ્રાહિમ નાયક, ઇમરાન ઇબ્રાહિમ નાયક, કાસમ જીવા નાયક, અબુ મહેબૂબ કેડા, અમીન ઇબ્રાહિમ નાયક રહેવાસી બધા ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

બન્ને પક્ષોએ સામ સામે નોંધાવેલી ફરિયાદમાં પોલીસે ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨) કલમ અંતર્ગત ગુનો નોંધી બન્ને પક્ષના આરોપીઓની ધરપકડ માટે તજવીજ આદરી છે. અંદરો અંદર એક બીજાના સગા હોવા ઉપરાંત રાજકીય અગ્રણીની ઓળખ ધરાવતા એક બે વ્યક્તિ આ બનાવમાં સામેલ હોવાથી ટંકારા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જ્યારે આ બનાવના પગલે પરિસ્થિતિ વધુના વણસે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે.\

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text