ટંકારા: ફરિયાદ કરવા આવેલા શખ્સએ પોલીસ સ્ટેશનમાં ધબધબાટી બોલાવી

- text


ઝેરી પદાર્થ પીવાનું તૂત કરીને પોલીસની કામગીરીમાં કરી રુકાવટ

ટંકારા: ટંકારામાં થયેલી એક સશસ્ત્ર અથડામણ તપાસની કાર્યવાહી કરવામાં વ્યસ્ત પોલીસની ફરજમાં રુકાવટનો ગુન્હો
ટંકારા પોલીસ સ્ટેશનમાં લજાઈના એક શખ્સ સામે દાખલ થયો છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના લજાઈ ગામે રહેતા નટુ મનજી મકવાણાએ લજાઈ ગામના જ દરબાર યુવાન સામે અગાઉ એસ્ટ્રોસીટીની ફરીયાદ દાખલ કરી હતી. જેની રજૂઆત કરવા રાત્રીના દશેક વાગ્યે તેની પત્ની સોમીબેન પુત્રી જયશ્રી પુત્ર ધ્રુવ ટંકારા પોલીસ સ્ટેશનમાં રજુઆતો કરવા આવ્યા હતા. એ સમયે ટંકારામાં થયેલી એક જુથ અથડામણના કેસની કાર્યવાહીમાં વ્યસ્ત પોલીસની કામગીરીમાં લજાઈથી આવેલા પરિવારે રૂકાવટ ઉભી કરી હતી. ખાખી વરદી વિશે બેફામ ગાળો બોલી પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી અને નટુના પુત્ર ધ્રુવ દ્વારા સમાજમા પોલીસની સાખ ખરડાય તે પ્રકારનું વિડીયો રેકોર્ડીંગ મોબાઈલમાં કરવા લાગતા પોલીસે એમ કરતાં ધ્રુવને રોકવા જતા આ રેકોર્ડિંગ વાયરલ કરી દઇશ એમ જણાવતા પોલીસે રેકોર્ડિંગ કરતા વધુ એક વાર રોક્યો હતો. આના કારણે ધ્રુવ વધુ પડતો ઉશ્કેરાઈ જતા તેની સામે વિધીવત ગુનો નોંધ્યો છે. જેમા આઈ ટી એક્ટ 72.84.સી.186.332.504 સહીતની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

- text

આ ઘટનાક્રમ દરમ્યાન ઉશ્કેરાઈ જઈ પોલીસ સામે દવા ગટગટાવવાનુ તૂત પણ કર્યુ જેથી અસરગ્રસ્તોને રાજકોટ દવાખાને ખસેડાયા હતા. જોકે
આ આરોપી અગાઉ પણ પોલીસ વિરૂધ્ધ ફરિયાદ કરી ચુક્યા છે અને તેના ગામ લજાઈમાં ઝગડાના કેસમા પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text