પંચાસર મર્ડર કેસના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી

મોરબી : મોરબીના પંચાસર ગામના મર્ડર કેસના આરોપી વિક્રમસિંહ ઝાલાએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જો કે કોર્ટે આ અરજી નામંજૂર કરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે ફાયરિંગ કરીને એક યુવાનની હત્યાના કેસમાં પોલીસે ૬ લોકોની ધરપકડ કરીને ચાર્જશીટ ફાઇલ કરી હતી. જેમાના અમુક આરોપીને કોર્ટે જામીન પર છોડ્યા હતા. જ્યારે વિક્રમસિંહ નાથુભા ઝાલાએ પણ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.