મોરબીના વર્ષોજુના ધોળેશ્વર સ્મશાનમાં લાકડાની બચત કરવા બ્લોર સિસ્ટમ કાર્યરત

- text


લાકડા ની સાથે સમયની બચત કરવા દાતાઓના સહયોગથી ર.1 લાખના ખર્ચે સેવભાવિકોનો સરાહનીય પ્રયાસ

મોરબીના વિશિપરા વિસ્તારના છેવાડે આવેલા વર્ષોજુના ધોળેશ્વર સ્મશાન ગૃહમાં સેવભાવિકોના સરાહનીય પ્રયાસોથી આધુનિક સુવિધા સાકાર થઈ છે.જેમાં દાતાઓના સહયોગથી રૂ.1 લાખના ખર્ચે બ્લોર મશીન મુકાયા છે. બ્લોર મશીનના ઉપયોગથી અગ્નિદાહમાં લાકડાની સાથે સમયની પણ બચત થશે.

મોરબીના વિશિપરા વિસ્તારના છેવાડે વર્ષોજુનું ધોળેશ્વર સ્મશાન ગૃહ આવેલું છે.આજે પણ આ સ્મશાનમાં લાડકાથી જ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ત્યારે લાકડાની અછતની મોટી સમસ્યા ઉભી થઇ છે. આથી આ સ્મશાનમાં વર્ષોથી સેવાપ્રવૃત્તિ કરતા હરિભાઈ ભલગામાંને વિચાર આવ્યો કે સ્મશાનમાં સમયની સાથે કદમ મિલાવીને જો આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ તો લાકડાની સાથે સમયની પણ બચત થશે અને આ દિશામાં પ્રયત્ન કરતા દાતાઓનો પણ સારો સહયોગ મળ્યો હતો.આથી અન્ય સેવાભાવીઓ બટુકભાઈ ભલગામાં,ગોવિદભાઈ ગઢવી, રાજુભાઇ દવે, બંસીભાઈ લુહાર સહિતનાએ દાતાઓના સહયોગથી એક લાખના ખર્ચે સ્મશાનમાં બ્લોર પ્લાન કાર્યરત કર્યો છે અને બ્લોર મુક્યા છે આ બ્લોરના ઉપયોગ અંગે હરિભાઈ ભલગામાએ જણાવ્યું હતું કે સ્મશાનમાં અગ્નિદાહના ખાટલા ની નીચે લાઇન ગોઠવી બ્લોર ચાલુ કરતા જ પ્રેશરથી હવા ઝડપથી વધવાથી અગ્નિદાહ ઝડપથી દેવાય જશે.જેનાથી 25 ટકા લાકડાની બચત થશે ઉપરાંત અગ્નિદાહમાં જે ત્રણ કલાકનો સમય લાગતો હતો તેમાં હવે એક કલાકનો જ સમય લાગશે અને તેમણે લોકોને અપીલ કરી છે કે અગ્નિદાહ આપી દીધાના પાંચ મિનિટ પછી બ્લોર ચાલુ કરવો અને તેનું કાળજીપૂર્વક જતન કરવાની લોકો સમક્ષ અપીલ કરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text