૧૩મીએ જામદૂધઈ ખાતે સમસ્ત સૌરાષ્ટ્રના મેદપરા પરિવારનો નવચંડી યજ્ઞ

મોરબી : જામનગરના જોડિયા તાલુકાના જામદુધઈ ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વસતા મેદપરા પરિવાર દ્વારા આગામી તા.૧૩ ફેબ્રુઆરીના રોજ નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯ કલાકે મેદપરા પરિવારના તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. ત્યાર બાદ સવારે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યકમોની વિશેષ માહિતી માટે શિવાભાઈ (બંગવડી) મો.99130 35764, મનસુખભાઇ (જામદૂધઈ) મો.98794 99397, ભગવાનજીભાઈ (જામદૂધઈ) મો.99135 97198, હરિભાઈ (રાજકોટ) મો.99090 08001 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. મેદપરા પરિવારની વેબસાઇટમાં પોતાની માહિતીમાં સુધારો કરવા વિજયભાઈ (રાજકોટ) મો.94288 94946 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મેદપરા પરિવારની ડિરેક્ટરી તૈયાર થઈ ગઈ છે.જે ૨૭૫/રૂના અંદાજીત ખર્ચે ત્યાર થઈ છે, પરંતુ ૫૦/રુ.ના સામાન્ય ભાવે આ ડિરેક્ટરીનું વિતરણ કરવામાં આવનાર છે. હવનના દિવસે આ ડિરેક્ટરી દરેક પરિવારને મેળવી લેવા તેમજ આ કાર્યક્રમોનો લાભ લેવા સૌરાષ્ટ્રના દરેક મેદપરા પરિવારને અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en