મોરબી : સિંચાઈ કૌભાંડમાં ધારાસભ્ય સાબરીયાની જામીન અરજી નામંજૂર

- text


 

મોરબી : મોરબી જિલ્લામા નાની સિંચાઈ યોજનામાં લાંચ લેવાના કેસ માં જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયાની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામંજૂર કરી છે.

મોરબી જિલ્લાની નાની સિંચાઈ કૌભાંડમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ ચાર્જશીટ બાદ પ્રથમ વખત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે. નોંધનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય સાબરીયાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી નકારી કાઢતા તેઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. બાદમાં તેઓએ આ અરજી પરત પણ ખેંચી લીધી હતી.

- text

- text