મોરબીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી દશ લાખ પડાવ્યા : ચાર સકંજામા

- text


 

સનાળા નજીક ઘડિયાળના કારખાનામાં ઘટેલી ઘટના : સુવાળો સંબંધ ૧૦ લાખમાં પડ્યો : વિડીયો કલીપ ઉતારી યુવાનને બ્લેક મેઈલ કરાયો : એ ડિવિઝન પોલીસનું ઓપરેશન સક્સેસ

મોરબી : મોરબીના એક યુવાનને ઘડિયાળના કારખાને બોલાવી ભેજાબાજ ટોળકીએ સુંદરીનું મારણ ગોઠવી અંગત પળોને કેમેરામાં કેદ કરી લઈ હનીટ્રેપમાં ફસાયેલા યુવાન પાસેથી ૧૦ લાખની માતબર રકમ પડાવ્યા બાદ પણ સતત નાણાં પડાવવાનું ચાલુ રાખતા પોલીસ મથકે પહોંચેલા આ ચકચારી બનાવમાં પોલીસે ચાર શખસોને ઝડપી લઈ હનીટ્રેપમાં પડાવેલા નાણાં ઓકવવા તજવીજ હાથ ધરી છે.

હનીટ્રેપના આ સનસનીખેજ બનાવની વિગતો જોઈએ તો તા. ૨૮ જાન્યુઆરીના રોજ આર્યન ( કાલ્પનિક નામ ) નામના યુવાનને આશીષ હેમંતભાઈ આદ્રોજા નામના ભેજાબાજ શખ્સે પોતાના સાળાના શનાળા
ગામ પાસૈ આવેલ ઘડીયાળના કારખાને કોઇ કામના બહાને બોલાવતા આર્યન ત્યાં ગયેલ હતો એ સમયે ત્યાં આશીષ આદ્રોજા,તેનો મિત્ર તુલશીભાઇ હસમુખભાઇ સંખેસરીયા તથા ધવલ નરભેરામભાઈ આદ્રોજા તથા એક મહીલા હાજર હતા.બાદમાં શિકારને ફસાવવા આર્યનની ઓળખાણ આ અજાણી મહીલા સાથે કરાવી કારખાનાના ગોડાઉનમાં બેસાડી આશીષ તથા તુલશી બન્ને બહાર નીકળી ગયેલા અને આ મહીલાએ આર્યન સાથે આડીઅવળી વાતો કરી ફરીને લલચાવી પોતાની મરજીથી ફરીયાદી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

હનીટ્રેપની ઘટનામાં ટ્વીસ્ટ સાથે બીજા દીવસે એટલે કે તા. ૨૯ના રોજ અજાણ્યા મોબાઇલથી આર્યનના મોબાઈલમાં રાજકોટવાળા સંજયભાઈના નામની ઓળખાણ આપી કહેલ કે ગઈ કાલે તમે આશીષના સાળાના કારખાનાના ગોડાઉનમાં શું કર્યું છે તેની વીડીયો કલીપ મેં તથા આષીશેમોબાઇલ ફોનમાં ઉતારી લીધેલ છે. તેમ કહી આર્યનને મોરબી બાયપાસ બોલાવી જણાવેલ કે તુલશીભાઈ હસમુખભાઇએ મોબાઇલ ફોનમાં વીડીયો કલીપ બતાવેલ હતી પરંતુ આર્યને તુલશીભાઇને આ વીડીયો કલીપ ડીલીટ કરી નાખવા માટે આજીજી કરેલ પરંતુ આ તુલશીભાઈ ત્યાંથી જતો રહયો હતો અને કલાક પછી આર્યનને ફોન કરી રૂપીયા દશ લાખની આપવા ધમકી આપી હતી અન્યથા આ વીડીયો ફરતો કરી દઈ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપતા આર્યને કુટુંબ તથા સમાજમાં બદનામ થઈ જવાની બીકે પ્રથમ રૂપીયા પાંચ લાખ તુલશીભાઇના કહેવાથી વિપુલભાઇ મનુભાઇ ચૌહાણને આપેલ ત્યાર બાદ તા.૩૦ ના રોજ બીજા ત્રણ લાખ રૂપીયા વિપુલભાઇને આપેલ હતા અને બાકીના બે લાખ રૂપીયા આપવા માટે અવાર નવાર ફોન આવતા તા. ૩૧ના રોજ બે લાખ રૂપિયા તુલશીભાઇને આપેલ હતા.

- text

જો કે, આર્યને માંગણી મુજબના દશ લાખ રૂપીયા આપી દેવા છતાં આરોપીઓએ મોબાઇલમાંથી વીડીયો કલીપ ડીલીટ કરેલ નહી ઊલટું બે દીવસમાં બીજા પંદર લાખ રૂપીયાની માંગણી કરતા અંતે આર્યને આ મામલે પોલીસની મદદ લેતા પોલીસ હરકતમાં આવી હતી.

હનીટ્રેપના આ ચકચારી કિસ્સામાં જિલ્લા પોલીસવડાએ એ ડિવિઝન પોલીસ તથા એલસીબીને તપાસનો આદેશ કરી આરોપીને ઝડપી લેવા સૂચના આપતા આજે એ ડિવિઝન પોલીસ દ્વારા શિકારી ટોળકીના
(૧) આશીષ હેમંતભાઈ આદ્રોજા, રહે. મોરબી રવાપર રોડ, બોની પાર્ક,
મારૂતી એપાર્ટમેન્ટ,
(૨) તુલશીભાઇ હસમુખભાઇ સંખેસરીયા, રહે. મોરબી પંચાસર રોડ, રાજનગર
(૩) વિપુલ મનુભા ચૌહાણ રહે. મોરબી રણછોડનગર અને
(૪) ધવલ નરભેરામભાઈ આદ્રોજા, રહે. મોરબી રાજનગર વાળાને ઝડપી લઈ આઇટી એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી આર્યન પાસેથી પડાવેલા નાણાં પરત ઓકવવા અને અગાઉ આવા કોઈ શિકાર કર્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

- text