આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં મોરબીના તારલાઓ ઝળક્યા

મોરબીના આઠ બાળકોએ 13 મેડલ પ્રાપ્ત કર્યા

મોરબી: તાજેતરમાં મુંબઈના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટ શોતોકન કપમાં મોરબીના આઠ બાળકોએ જુદા જુદા 13 મેડલ્સ પ્રાપ્ત કરીને પરિવારનું તથા મોરબીનુ નામ રોશન કર્યું હતું.

આ ટુર્નામેન્ટમાં ભવ્ય બોડ અને પલ શેરસીયા બે-બે ગોલ્ડ મેડલ મેળવ્યો, ધ્રુવ કુંડારીયા એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ , રાજેશ ખંધાર અને પ્રાચી ધોરયાણી બે-બે સિલ્વર મેડલ , દીપ દેથરીયા બે બ્રોન્ઝ મેડલ સાથે અને મિલન વસાણીયા તથા સૃષ્ટિ મોદી એક-એક બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા થયા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en