માળીયા તાલુકાની રત્નમણી પ્રા. શાળામાં પ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો

માળિયા : મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં લાઈફ સંસ્થા – રાજકોટ દ્વારા બાળકોમાં છુપાયેલી વિશિષ્ટ કળાઓને ખિલવવા પ્રતિભાશોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ, સોલો ગીત, સોલો ડાન્સ, ચિત્ર અને સ્લો સાઈકલ જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના ધોરણ ૩ થી ૮ ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં લાઈફ સંસ્થા માંથી પ્રકાશભાઈ પટેલ, મોટીબરાર ગામના સરપંચ કાનજીભાઈ ડાંગર, શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.