હળવદના અપહરણના ગુનામાં નાસતો આરોપી મોરબીથી પકડાયો

- text


 

હળવદ : હળવદના અપહરણના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે મોરબીથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેશ મહાદેવભાઈ દેત્રોજાને એસઓજીની ટીમે મોરબીના સામાકાંઠે આવેલા ઉમિયાનગરમાંથી ઝડપી પાડયો હતો. આ સાથે એસઓજીની ટીમે ભોગ બનનારને આરોપીના વાલીપણામાંથી મુક્ત કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text