માળીયાના જાજાસરગામે વૃદ્ધને ફડાકા માર્યા

મોરબી : માળિયાના જાજાસર ગામે ખેતરમાં ખેડાણ કરવા બાબતે વૃધ્ધને એક શખ્સે ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે

આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર માળીયા તાલુકાના જાજાસરગામે રહેતા ભગવાનજીભાઈ વિરમભાઈ ગોગરા ઉ.વ.61 નામના વૃધ્ધએ હરદાસભાઈ વિરમભાઈ ગોગરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ખેતરમાં ખેડાણ કરવા બાબતે આરોપીએ ગાળો આપી તેમને ત્રણથી ચાર ફડાકા માર્યા હતા.એટલું જ નહીં આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.