હળવદ નજીક ટ્રકમાંથી રૂ. ૪.૬૦ લાખના સામાનની ચોરી

- text


હળવદ : હળવદ નજીક માલવણ પાસે તસ્કરો ટ્રકમાંથી રૂ. ૪.૬૦ લાખનો સામાન ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક અમદાવાદ માળીયા હાઇવે પર માલવણ પાસે પાર્ક કરેલા ટ્રકની તાલપત્રી તોડીને અજાણ્યા શખ્સોએ અલગ અલગ ચીજ વસ્તુના કાર્ટૂન નંગ – ૬૮ કિંમત રૂ. ૪.૬૦ લાખની ચોરી કરી હતી. આ મામલે ટ્રક ડ્રાઇવર શામજીભાઈ ગાંગલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text