મોરબી સીરામીક એસો.ને ઇલેક્ટ્રિક ડ્યુટી માફી અંગે ઉર્જામંત્રીને રજુઆત કરી

- text


સીરામીક ઉદ્યોગની રજુઆત પ્રત્યે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલનું હકારાત્મક વલણ

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો દ્વારા આજે સિરામીક ઉદ્યોગના વિવિધ પ્રશ્ને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની રૂબરૂ રજુઆત કરી હતી. જેમાં તેઓએ ઇલેક્ટ્રિક ડ્યુટી માફીની રજુઆત સામે હકારાત્મક વલણ દાખવ્યો હતો.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખોએ આજે ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી તેમજ મોરબી જિલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલની મુલાકાત લીધી હતી. આ વેળાએ સિરામિક એસો.ના પ્રમુખોએ સીરામીક ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નોની વિગતવાર રજૂઆતો કરી હતી. તેમજ નવા ઉદ્યોગની ઇલેક્ટ્રિક ડ્યુડી માફી અંગે પણ ખાસ રજુઆત કરી હતી. આ રજુઆત પ્રત્યે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે હકારાત્મક વલણ દાખવીને એક જ અઠવાડીયામા કાર્ય પુર્ણ કરવા માટે જે તે લાગુ પડતા વિભાગોમા સુચના આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

- text

- text