હળવદ પોલીસનું સરાહનીય કાર્ય : કડીયાણા પ્રા.શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ

- text


 

પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો : શાળાના બાળકોને બટુક ભોજન કરાવાયું

હળવદ : હળવદ તાલુકાના સુર્યનગર અને પાંડાતીરથ ગામ વચ્ચે આવેલ કડીયાણા દેવીપુજક પ્રાથમિક શાળામાં હળવદ પોલીસ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથો સાથ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નિઃશુલ્ક સ્વેટર પણ વિતરણ કરાયા હતા.

પંથકમાં માનવતાની મહેક જગાવતી હળવદ પોલીસે પાંડાતીરથ અને સુર્યનગર ગામ વચ્ચે આવેલ કડીયાણા દેવીપુજક પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ તેમજ બટુક ભોજન કરાવી ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી. પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફના પી.આઈ. સમા, વિજયભાઈ છાસીયા, ગંભીરસિંહ ચૌહાણ, નાથુભા, વિજયદાન ગઢવી, અજીતસિંહ,બીપીનભાઈ પરમાર, યોગેશ દાન ગઢવી, પશુ ડૉ.જગદીશ ભાઈ રબારી સહિતના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પોલીસે છેલ્લા એક માસમાં બુટલેગરો પર સપાટો બોલાવી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડી નોંધનીય કામગીરી કરેલ છે તેવામાં આજરોજ પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન તળે ગરીબી રેખા હેઠળ આવતા દેવીપુજક સમાજના બાળકોને પ્રા.શાળા ખાતે ગરમ સ્વેટરનું વિતરણ કરી બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું. હળવદ પોલીસની માનવતાલક્ષી આ સેવા પ્રવૃતિને કડીયાણા દેવીપુજક પ્રા.શાળાના શિક્ષકગણ અને આચાર્યએ આવકારદાયક ગણાવી ભારોભાર પ્રશંસા કરી હતી.

- text