હળવદ પંથકમાં મધમાખીઓના ટપોટપ મોત : ભેદી રોગચાળો

- text


સવારથી માથક પંથકમાં લાખો મધમાખીઓ મોતને ભેટી : મધપુળા ખાલીખમમ્મ

હળવદ : હળવદ પંથકમાં આજે સવારથી ભારે આશ્ચર્ય વચ્ચે મધમાખીઓના ટપોટપ મોત થવાની સાથે મધપૂડા ખાલી થઈ જતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે, જો કે વનવિભાગ આ બાબતને વાયરસ એટેક ગણાવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના સિમ વિસ્તારમાં આજ સવારથી વિચિત્ર ઘટનામાં ઠેક – ઠેકાણે મધપૂડાની માખીઓ આમતેમ ઉડાઉડ કરી અચાનક મોતને ભેટી રહી છે એકલા માથક ગામમાં જ ૧૫ થી ૨૦ મોટા મોટા મધપૂડા ખાલી થઈ ગયાનું જાણવા મળ્યું છે.

વધુમાં હાલમાં ઠંડીના વાતાવરણમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે અને લોકોમાં પણ તાવ, શરદી, ઉધરસ અને સ્વાઇન ફલૂ જેવા રોગચાળાએ હદ વટાવી છે ત્યારે આજ સવારથી હળવદના સિમ વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં મધમાખીઓના ટપોટપ મોત થતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

ઘટના અંગે મોરબી વનવિભાગના અધિકારી કે.ડી.ગોહિલનો સંપર્ક સાધતા ખરાબ વાતાવરણ અને વાયરસ એટેકને કારણે મધમાખીઓ ના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાવ્યું હતું.

- text

- text