હળવદ નજીક અજાણ્યા વાહનની હડફેટે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત

- text


હળવદ : હળવદ નજીક હાઇવે પર અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ નજીક અમદાવાદ માળિયા હાઇવે પર ગત તા. ૨૨ના રોજ અજાણ્યા વાહને હડફેટે લેતા શક્તિસિંહ ઘનશ્યામસિંહ ઉ.વ. ૩૦ને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેઓને મોરબી ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

- text